• Bhadarvi Poonam 2026
    • About Us
    • Ambaji Temple
    • Gabbar Shaktipeeth
    • Suvarna Shikhar
  • Contact Us
  • Ambaji Temple Logo
  • Order Prasad
  • E-Store
  • Donation
Ambaji Temple LogoDonation

Menu

Bhadarvi Poonam 2026
Contact Us
Order Prasad
E-Store
Profile

Information

  • About Us
  • Attraction for tourists
  • 51 Shaktipeeth
  • Photo Gallery

Information/Policies

  • News
  • Privacy Policy
  • Terms and Conditions
  • Delivery Policy
  • Child Abuse Policy

About Us

Ambaji Temple is one of the most revered Shakti Peethas, dedicated to Maa Amba and located in the Arasuri Hills of Gujarat. According to ancient Indian belief, this sacred land is where the heart of Goddess Sati resides, making Ambaji a powerful center of divine energy and devotion.

02749-262236 ambajitempletrust@gmail.com
FacebookTwitterInstagramYouTube
Ambaji Temple Outline
Copyright © 2026 Ambaji Temple. All Rights Reserved.
Seva Camp

TERMS & CONDITIONS

Seva Camp Registration

Please read every condition carefully. The registration continues only after your consent and mobile OTP verification.

1Terms
2Mobile OTP
3Seva Camp details
4Complete
  1. સેવા કેમ્પ ઓનલાઇન અરજીમાં દર્શાવેલ તારીખ, સ્થળ અને સમયગાળા દરમિયાન જ યોજવાનો રહેશે. મંજૂર સ્થળ, તારીખ અથવા સેવાના પ્રકારમાં પૂર્વ મંજૂરી વિના ફેરફાર કરી શકાશે નહીં તેમજ મંજૂરી અન્ય વ્યક્તિ કે સંસ્થાને તબદીલ કરી શકાશે નહીં.
  2. સેવા કેમ્પ માર્ગ અને મકાન વિભાગના નિયમ અને પોલીસ વ્યવસ્થાનાં ભાગરુપે રોડની કિનારીથી ૩૦ મીટર અંદર ઉભા કરવાના રહેશે.
  3. સેવા કેમ્પ અંબાજી તરફ જતા માર્ગની ડાબી બાજુએ તથા માર્ગ અને મકાન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા નિયત કરેલ અંતર અને સ્થળે જ ઊભો કરવાનો રહેશે.
  4. સેવા કેમ્પના મુખ્ય સંચાલક પાસે સેવા આપતા તમામ સ્વયંસેવકોનાં નામ, સરનામું અને મોબાઇલ નંબર સહિતની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ હોવી ફરજિયાત રહેશે. સ્વયંસેવકોએ ઓળખપત્ર ધારણ કરવાનું રહેશે.
  5. સેવા કેમ્પના મંડપ, શેડ, સ્ટેજ તથા અન્ય હંગામી માળખાં મજબૂત, સુરક્ષિત અને વરસાદ તથા પવન સામે ટકી શકે તેવાં હોવાં જોઈએ. સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ રોડ તરફ રાખી શકાશે નહીં.
  6. સેવા કેમ્પના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો ખુલ્લા રાખવાના રહેશે. પદયાત્રીઓ, વાહનો, પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની અવરજવરમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી કરી શકાશે નહીં.
  7. જાહેર માર્ગ ઉપર વધારાના બમ્પ, બેરિકેડ કે અન્ય અવરોધ બનાવી શકાશે નહીં. વાહનો રોડ ઉપર પાર્ક કરી શકાશે નહીં તથા કેમ્પનાં વાહનો માટે રોડથી દૂર યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરવાની રહેશે.
  8. સેવા કેમ્પ ખાતે પદયાત્રીઓનાં પગરખાં વ્યવસ્થિત રીતે મૂકવા માટે સ્ટેન્ડ તથા જરૂરિયાત મુજબ હાથ ધોવાની, શૌચાલય અને અન્ય સ્વચ્છતા સુવિધાઓ કરવાની રહેશે.
  9. મેળા દરમિયાન સેવા કેમ્પના સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની રહેશે. ભીનો અને સૂકો કચરો અલગ એકત્ર કરવા માટે ઢાંકણવાળી કચરાપેટીઓ રાખવાની તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની રહેશે.
  10. ફૂડ વેસ્ટ ખોરાક, કચરો, ગંદું પાણી કે અન્ય પ્રવાહી જાહેર માર્ગ, ખુલ્લી જગ્યા, ગટર કે પાણીના પ્રવાહમાં નાખી શકાશે નહીં. ફૂડ વેસ્ટ કલેક્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એજન્સી નિયુક્ત કરવામાં આવેલ છે. જેથી જરૂરી સહકાર આપવા વિનંતી છે. મેળો પૂર્ણ થયા બાદ તમામ સામગ્રી અને હંગામી માળખાં દૂર કરી સ્થળને મૂળ સ્થિતિમાં સંપૂર્ણ સ્વચ્છ કરવાનું રહેશે.
  11. સેવા કેમ્પમાં પીરસવામાં આવતાં ખાદ્યપદાર્થો તાજા, શુદ્ધ, ઢાંકેલા અને આરોગ્યપ્રદ હોવા જોઈએ. વાસી, બગડેલા, ભેળસેળયુક્ત કે આરોગ્યને નુકસાનકારક ખાદ્યપદાર્થોનું વિતરણ કરી શકાશે નહીં તથા લાગુ પડતા ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવાનું રહેશે.
  12. પીવાના અને અન્ય વપરાશ માટેના શુદ્ધ પાણીની પૂરતી વ્યવસ્થા આયોજકશ્રીએ સ્વખર્ચે કરવાની રહેશે. સેવા કેમ્પની અન્ય તમામ જરૂરિયાતો અને ખર્ચ પણ આયોજકશ્રીએ જ વહન કરવાના રહેશે.
  13. રસોઈ માટેનાં એલ.પી.જી. સિલિન્ડર, ગેસ પાઇપ, રેગ્યુલેટર અને ચૂલા સુરક્ષિત સ્થિતિમાં રાખવાનાં રહેશે. જરૂરી સંખ્યામાં કાર્યરત ફાયર એક્સ્ટિંગ્વિશર તથા આગ સલામતીની આનુષંગિક વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે.
  14. ઓનલાઇન મંજૂરીની નકલ રજૂ કરીને હંગામી વીજ કનેક્શન નિયમાનુસાર મેળવવાનું રહેશે. વાયરિંગ, સ્વિચ બોર્ડ તથા અન્ય વીજ સાધનો સુરક્ષિત રાખવાનાં રહેશે અને ખુલ્લા વાયર કે જોખમી વીજ જોડાણ રાખી શકાશે નહીં.
  15. સેવા કેમ્પનો સમગ્ર વિસ્તાર આવરી શકાય તે મુજબ સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે. તેનું રેકોર્ડિંગ સુરક્ષિત રાખવાનું તથા જરૂર જણાયે સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.
  16. સેવા કેમ્પના સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરેલ હોય તો સ્ટેજ રોડ તરફ રાખી શકાશે નહિ. અન્યથા પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી બદલાવ કરાવવામાં આવશે.
  17. ફાયર NOC માટે આપના કેમ્પ સ્થળ બાંધકામનો પ્લાન ફાયર વિભાગની વેબસાઈટ પર અપલોડ કરી મંજુરી મેળવી શકાશે.
  18. સેવા કેમ્પ શરુ કરતા પૂર્વે સ્વ બાહેધરી પત્રક, પોલીસ વિભાગની બાહેધરી તથા ફાયર વિભાગની બાહેધરી / FIRE NOC મેળવી દાંતા મામલતદાર કચેરીએ જમા કરાવવાની રહેશે.
  19. સેવા કેમ્પ ખાતે પ્રાથમિક સારવાર પેટી રાખવાની તથા પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને નજીકના આરોગ્ય કેન્દ્રના ઇમરજન્સી સંપર્ક નંબરો સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે. કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવાની રહેશે.
  20. લાઉડસ્પીકર, ડી.જે. કે જાહેર સંબોધન પ્રણાલીનો ઉપયોગ સક્ષમ અધિકારીની મંજૂરી, નિર્ધારિત સમય અને અવાજ મર્યાદા અનુસાર જ કરવાનો રહેશે. સેવા કેમ્પમાં નશીલા પદાર્થો, તમાકુ, ગુટખા, દારૂ તથા કાયદા દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ રાખવા કે તેનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
  21. પોલીસ તથા અન્ય અધિકૃત વિભાગો દ્વારા સેવા કેમ્પ અને તેની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે. જાહેર વ્યવસ્થા, ટ્રાફિક, સુરક્ષા કે અન્ય અનિવાર્ય કારણોસર મંજૂરી રદ કરવા, કેમ્પ બંધ કરાવવા તથા નિયમોના ઉલ્લંઘન બદલ નિયમાનુસાર કાર્યવાહી કરવાનો અબાધિત અધિકાર પ્રાંત કચેરી, દાંતા, પોલીસ વિભાગ તથા સક્ષમ અધિકારીને રહેશે.

Download Fire and Police Declaration / Self Declaration Form Click here.