Trust Reg. No. A-497 (B.K) : Ambaji , Pin : 385110 , Dist : Banaskantha, Gujarat (India)
Phone : 91-02749- 262136 / 264536 / 262930 / 262636, Email: info@ambajitemple.org
   

 
 The Temple : Ambaji - One Famous  

આરાસુરનું એક પ્રસિધ્ધ શક્તિપીઠ – અંબાજી

ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં આવેલ છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તો માના દર્શનાર્થ આવે છે. તેમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે સાથે સાથે માનસિક શાંતિ અને શક્તિ પણ મેળવે તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી મંદિરનું જીર્ણોધ્ધાર કરી શીખરની કામકીગીર પુર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરી છે. ૩૫૮ સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર શક્તિપીઠ છે. ૫૧ શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી શક્તિપીઠ લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી ૨૪૦-૨૦’ ઉત્તર અક્ષાંશ અને ૭૨૦-૫૧’ રેખાંક્ષ પર દરિયાઈ સપાટીથી ૧૬૦૦ ફુટની ઊંચાઈ પર આવેલ છે. જેની આજુબાજુ નજીકમાં આવેલ કુંભારીયા, પાન્છા, ચીખલા, કોટેશ્વર, જરીવાવ, રીંઠડીયા વિગેરે ગામોની થઈને વસ્તી અાશરે ૨૦૦૦૦ જેટલી થાય છે. અંબાજી ગામમાં યાત્રુળોને લગતા માલ સામાનના વ્યાપારની તથા માર્બલ ઉદ્યોગની મોટા પાયે વિકાસ પામેલ છે.

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ-સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ અને ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યા યત્ર છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાયેલ મહાયત્રમાં ભગવાન શિવને આંમત્રણ ન જોતાં અને પિતાના મોંઢે પતિનિ નિંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવને સતિ દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ઘુમવા માંડ્યા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતિના શરીરના ટુકડા કરી પૃથ્વી પર આંતરે વેરાવી દીધા. સતી દેવીના શરીરના ભાગ તથા આભુષણો બાવન સ્થળો પર પડયાં. આ સ્થળોએ એક એક શક્તિ તથા એક એક ભૈરવ ટચુકડાં સ્વરૂપો ઘારણ કરી સ્થિર થયા.

તંત્ર-ચુંડામણિ માં આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિ પીઠા આરાસુર માં અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે. ભાગવત માં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ-યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો પણ વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાજીને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃંગત ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશિર્વાદ મેળવવા દર્શાનર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજયબાણ આપ્યું હતું. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અનેક દંત કથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન, સ્તુતિઓની પરંપરા છે કે પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર, પ્રાગઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતિ જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણું જણાય છે.

સ્વતંત્રતા પહેલા રાજવી શ્રીભવાનસિહંજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા. તેઓએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામ મેળવેલ છે. ભવાનસિહંજી બાદ તેમનો પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડીયાના પ્રતિનિધિ તરીકે શ્રી વી.પી.મેનન, ભારત સરકારના સચિવશ્રી (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ) અને દાંતાના રાજવી શ્રી પૃથ્વીરાજસિંહજી વચ્ચે તા. ૫-૮-૪૮ ના વિલિનીકરણ કરાર મુજબ દાંતાનું રાજ્ય ભારતના સંઘમાં વિલિન થયું. દાંતા રાજ્ય ભારત સંઘમાં વિલિનિકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી અંગે કાનુની પ્રશ્ન ઉપસ્થિત થતા શ્રી પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક મીનીસ્ટર ઓફ સ્ટેટસ શ્રી એચ. ગોપાલ સ્વામી અયાંગર તથા ત્યારબાદ ડો. કે.એન. કાન્જે તથા બાદમાં શ્રી વી. વિશ્વનાથન વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થયો. છેવટે શ્રી પૃથ્વીરાજસિંહજી ધ્વારા તા.૨૫-૫-૫૩ નાં પત્ર ધ્વારા ભારતના રાષ્ટ્રપતિશ્રીને આ બાબત નામ. સુપ્રિમ કોર્ટ ઓપ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરવામાં આવતા નાં. સુપ્રિમ કોર્ટે પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરન કબજો પ્રાંત ઓફીસર પાલનપુરને સોંપી આપવામાં જણાવવામાં આવ્યું. ત્યારબાજ રાજય સરકાર ધ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી.

 


Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38

Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38

Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38

Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38

Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38

Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38